જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, જેટલો આતંકવાદ વધશે તેટલી પાકિસ્તાન માટે વધારે મુશ્કેલીઓ ઊભી થશે.
કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નીતિઓ જ ભારે પડી રહી છે. નવાઈની વાત એ છે કે, જમ્મુ જે સુરક્ષિત ગણાતું હતું ત્યાં હવે આતંકવાદીઓ ઘૂસીને હુમલા કરી રહ્યા છે.
આમ ભાજપનાં રાજમાં કુલ 281 જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત વર્ષ 2018માં અત્યાર સુધીમાં પાકિસ્તાને 160થી વધુ વખત ઔયુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. ગત વર્ષે પાકિસ્તાને 860 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.
કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર આવી ત્યારથી અત્યાર સુધીમાં 281 જવાનો શહીદ થયા છે. વર્ષ 2014માં 51, 2015માં 41, 2016માં સૌથી વધુ 66, 2017માં 83 અને 2018માં અત્યાર સુધીમાં 18 જવાનો શહીદ થયા છે.
આતંકવાદીઓ બેફામપણે ભારતમાં ઘૂસીને લશ્કરી છાવણીઓ ઉપર હુમલા કરવાની ગુસ્તાખી કરી રહ્યા છે. સુંજુવાન હુમલા બાદ શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ ઉપરના હુમલા બાદ લશ્કર-એ-તૈયબા દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં બીજી વખત મોટો આતંકવાદી હુમલો થયો છે. પહેલો હુમલો શનિવારે જમ્મુના સુંજુવાન ખાતે આર્મી કેમ્પ ઉપર થયો હતો. હજુ અહીં આતંકવાદીઓને શોધવાનું અને ઠાર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યાં સોમવારે શ્રીનગરના સીઆરપીએફ કેમ્પ ઉપર આતંકવાદીઓએ બીજો હુમલો કર્યો છે.
મહત્ત્વની વાત એ છે કે, સીઆરપીએફના જવાનો દ્વારા આતંકવાદીઓને કેમ્પમાં અંદર જતાં રોકી દેવાયા છે. તેઓ એક મકાનમાં ઘૂસેલા છે અને ફાયરિંગ ચાલુ છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે. જવાનો આતંકવાદીઓને ઠાર મારવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
PM સૂર્યઘર યોજનામાં ફેરફાર, હવે સોલાર પેનલ લગાવવા માટે પૈસા નહીં ચૂકવવા પડે
Ration Card Rules: આ એક ભૂલ કરી તો રેશન કાર્ડમાંથી નામ કાઢી નાંખવામાં આવશે, ક્યાંક તમે તો નથી કરતાં ને ભૂલ
સૈફ અલી ખાન કેસઃ આ ચપ્પૂને માનવામાં આવે છે સૌથી ખતરનાક, લાખોમાં છે આની કિંમત
આ રાજ્ય સરકારે લાખો રેશનકાર્ડ કરી દીધા બ્લોક, તમે પણ આ ભૂલ કરી છે તો રાશન મળતું બંધ થઈ જશે
ભારત સહિત દુનિયાના માત્ર 6 દેશો પાસે જ છે ન્યૂક્લિયર સબમરીન, બીજા દેશો કેમ નથી બનાવી શકતા આને ?
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત